દુનિયાના સૌથી શક્તિશાળી દેશો ક્યા છે? આ લિસ્ટમાં ભારત ક્યા ક્રમે છે?
યુએસ ન્યૂઝ દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. વિશેષ યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાને છે. જ્યારે ભારતનું નામ 12મા સ્થાને આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુનિયામાં કયો દેશ સૌથી શક્તિશાળી છે તે જાણવા માટે લોકો હંમેશા ઉત્સુક હોય છે. લોકો ઘણી વાર તેની તુલના ત્યાંના સૈન્ય સાથે કરે છે, પરંતુ વૈશ્વિક સ્તરે સત્તાનું પ્રમાણ બહુ-આયામી છે.
વૈશ્વિક સ્તરે સૌથી શક્તિશાળી દેશને શોધવા માટે તેની સૈન્ય શક્તિ તેમજ તેના રાજકીય પ્રભાવ અને વિશ્વ સ્તરે આર્થિક સંસાધનોનો પણ વિચાર કરવામાં આવે છે.
તાજેતરમાં યુએસ ન્યૂઝ દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી બહાર પાડતી વખતે 5 બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં નેતાઓ, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણ અને સેનાનો સમાવેશ થાય છે.
જાહેર કરાયેલી યાદીમાં અમેરિકાનું નામ પ્રથમ આવે છે. અમેરિકા 27.97 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે ટોચ પર છે. આ સમયગાળા દરમિયાન તેની કુલ વસ્તી 339.9 મિલિયન બતાવવામાં આવી છે.
બધાને ચોંકાવી દેતા પાડોશી દેશ ચીન બીજા સ્થાને પહોંચવામાં સફળ રહ્યો છે. ચીનની અર્થવ્યવસ્થા લગભગ 18.56 ટ્રિલિયન છે. જ્યારે તેની વર્તમાન જનસંખ્યા 1.42 અબજ બતાવવામાં આવી છે.રશિયા ત્રીજા સ્થાને આવે છે. રશિયાની વર્તમાન અર્થવ્યવસ્થા 1.90 ટ્રિલિયન ડોલર છે. ત્યાંની વસ્તી 144 મિલિયન હોવાનું કહેવાય છે.
જર્મની ચોથા સ્થાને અને બ્રિટન પાંચમા સ્થાને છે. રિપોર્ટ અનુસાર, જર્મનીની અર્થવ્યવસ્થા 4.70 ટ્રિલિયન ડૉલર અને બ્રિટનની 3.59 ટ્રિલિયન ડૉલરની છે.
વિશેષ યાદીમાં ભારતનું નામ 12મા નંબરે આવે છે. અહીં ભારતની અર્થવ્યવસ્થા 3.39 ટ્રિલિયન ડોલર દર્શાવવામાં આવી છે. ઈઝરાયેલનું નામ ભારતથી એક સ્થાન ઉપર 11મા સ્થાને આવે છે.