ગુજરાતનું આ ગામ ઓળખાય છે આફ્રિકા તરીકે, જાણો ભારતના આ ગામડાઓની અજાયબી
શનિ શિંગણાપુર, મહારાષ્ટ્રઃ સમગ્ર ગામમાં એક પણ ઘરમાં બારણા નથી. આ ખાસિયતને કારણે ગામ આખા દેશ અને દુનિયામાં પ્રચલિત છે. ગામના લોકો માને છે કે આ ગામ પર શનિદેવની એટલી અસર છે કે કોઈ ચોર અહીં ચોરી ન કરી શકે. જો કોઈ દિવસ ચોરી કરી પણ લે તો વસ્તુ ગામ બહાર ન લઈ જઈ શકે. શનિદેવ ચોરને એવી જાળમાં ફસાવી દે છે કે તે ચીજને ગામ બહાર નથી લઈ જઈ શકતો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજંબુર, ગુજરાત: તાલાલા ગીર પાસે આવેલા જંબુર ગામમાં તમે જાવ એવું લાગે કે જાણે તમે આફ્રિકમાં આવી ગયા છો. 750 વર્ષ પહેલા પોર્ટૂગીસ ઇસ્ટ આફ્રિકામાંથી એમને ગુલામ બનાવીને અહીં લાવ્યા હોવાનું મનાય છે. ગામના દરેક વ્યક્તિ આફ્રિકન જેવા લાગે છે. શરીરે આફ્રિકન એવા સિદ્દીઓ હવે પાક્કા ભારતીયો બની ગયા છે. છતાં તેમને તમારી મૂળ સંસ્કૃતિ જાળવી રાખી છે. ગામનું હુલામણું નામ આફ્રિકન છે.
શેટપાણ, મહારાષ્ટ્રઃ આ ગામમના દરેક ઘરમાં સાપ છે. સાપ તેમનો કુટુંબીજન હોવાની માન્યતા છે.
હિવારે બજાર, મહારાષ્ટ્રઃ આ ગામ ભારતનું સૌથી ધનિક ગામ છે. આ ગામમાં 60 કરોડપતિ રહે છે. ગામમાં કોઈ ગરીબ નથી.
કુલધરા, રાજસ્થાનઃ લોકો વિનાનું ગામ છે. આ ગામમાં કોઇ પણ વ્યક્તિ રાત નથી રોકાતું. મકાનો છે પણ કોઈ રહેતું નથી.
કોહિન્ડીઃ કેરળઃ આ ગામ ભારતમાં જોડિયા બાળકો તરીકે જાણીતું છે. અહીં 400થી વધારે બેલડા રહે છે.