શરીરમાં દેખાય આ લક્ષણો તો ન કરો નજર અંદાજ, આ બીમીરીના હોઇ શકે છે સંકેત
શરીરમાં જ્યારે કોઇ ભાગ ફુલવા લાગે છે તો તેમા સોજો આવી જાય છે. મેડિકલ ભાષામાં તેને અડિમા કહે છે. હ્યુમન સીરમ એલ્બુમિનની ઉણપના કારણે થાય છે. જો આવા લક્ષણો દેખાય તો નજર અંદાજ ન કરવા જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો ત્વચા પર લાલ ડાઘ થઇ જાય, નખ પર નિશાન જોવા મળતાં હોય તેમજ સિઝનલ સમસ્યા સિવાય પણ સ્કિન ફાટી જતી હોય ડ્રાય થઇ જતી હોય, ત્વચા પર ચીરા પડી જતાં હોય અને નખ પણ નબળા થઇ જાય છે. આ તમામ લક્ષણો પ્રોટીનની કમીના કારણે હોઇ શકે છે.
માંસપેશીઓ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં પ્રોટીનની સપ્લાય ઓછી થવા લાગે છે તો શરીરમાં બોડી ફંકશન અને જરૂરી ઉતકો માટે હાંડકાથી પ્રોટીન લેવા માંડે છે. પ્રોટીનની કમી આપણી માંસપેશીને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને વૃદ્ધ લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
પ્રોટીનની કમીની અસર માત્ર માંસપેશીઓ પર નથી થતી પરંતુ હાકડા પણ નબળા પડવા માંડે છે.જેના કારણે જ તેના તૂટવાથી ફેક્ચરનું જોખમ વધી જાય છે.
પ્રોટીનની ઉણપી અસર ઇમ્યુન સિસ્ટમ પર જોવા મળે છે. ઇમ્યૂન સિસ્ટમ ખરાબ થતાં ઇન્ફેકશનનું જોખમ વધી જાય છે. ડોક્ટરનું કહેવું છે કે, પ્રોટીનની ઉણપના કારણે ઇમ્યુન ફંકશનમાં મુશ્કેલી શરૂ થઇ જાય છે. એ સ્ટડી મુજબ વૃદ્ધ લોકોમાં સતત 6 સપ્તાહ સુધી પ્રોટીનનો અભાવ ઇમ્યુનિટી સિસ્ટમ પર ખરાબ અસર પાડે છે.