ભાજપના આ સાંસદે માત્ર 1 રૂપિયામાં લોકોને ભરપેટ જમાડવાની યોજના કરાઈ શરૂ, જાણો કોણ છે આ સાંસદ ?
ગૌતમ ગંભીરે કહ્યું કે જે લોકો ગરીબ છે, ઘરબાર વગરના છે અને જે લોકો અનાથ છે તેમને ભૂખ્યા રહેવું પડે અને મારા મત વિસ્તારમાં તે રહેતા હોય તે મને યોગ્ય લાગતું નથી. તેથી તેણે રૂા. 1માં રોટી, શાક તથા દાળની જન રસોઇ કેન્ટીન ચાલુ કરી છે. જેમાં એકીસાથે 50 લોકો ભોજન કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે તેમના મત વિસ્તારના ગરીબ ગણાતા ગાંધીનગરમાં એક જન રસોઇ કેન્ટીન ચાલુ કરી છે. જેમાં ફક્ત રૂા. 1માં ગરીબોને એક ટંકનું ભોજન મળશે.
ગૌતમ ગંભીર ભવિષ્યમાં તેની મત વિસ્તારની 10 વિધાનસભા બેઠકોમાં આ પ્રકારે કેન્ટીન ચાલુ કરશે અને જાહેર કર્યું હતું કે આ માટે કોઇ સરકારી ભંડોળનો ઉપયોગ કરશે નહીં. તમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ કમ્યુનિટી કિચન બપોરના 12થી 2 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. અગાઉ ગંભીરે 'પંખ' નામનો પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે, જેમાં તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ ફી, યુનિફોર્મ, જમવાનું અને સ્વાસ્થ્યની સેવા પૂરી પાડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -