કોરોના વેક્સિન લગાવ્યાં પહેલા અને બાદ શું ખાશો? જાણો શું કહે છે એક્સપર્ટ?
હાલ કોરોના વેક્સિન સામે લડવા માટે મોટાપાયે વેક્સિનેશન ચાલી રહ્યું છે. એકસ્પર્ટના મત મુજબ વેક્સિનેશનના સારા પરિણામ માટે આપની આહરશૈલી પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના વેક્સિન લેતા પહેલા હાઇડ્રેઇટ રહવું ખૂબ જ જરૂરી છે. તેથી પર્યોપ્ત માત્રામાં પાણી પીવો અને એવા ફળોનું સેવન કરો જેમાં પાણી અને ફાઇબરની માત્રા વધુ હોય. આવું કરવાથી વેક્સિનના સાઇડ ઇફેક્ટની અસર ઓછી થઇ જાય છે.
બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રીશનમાં પ્રકાશિત એક રિસર્ચના અહેવાલ મુજબ વેક્સિન લીધા પહેલા હેલ્ધી ફૂડ લેવું ફાયદાકારક છે. વેક્સિન લેતા પહેલા અને બાદ સ્પાઇસી જંગ ફૂડ અવોઇડ કરો
ફાઇબરથી ભરપૂર ભોજન શરીરને સ્વસ્થ રાખવાની સાથે ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત કરે છે. વેક્સિન દરમિયાન શારિરીક રીતે મજબૂત થવા માટે ઓટસ, દલિયા, વિટામિન, મનિરલ્સયુક્ત ફૂડનું સેવન કરવું જોઇએ.
વેકિસન લીઘા પહેલા અને ત્યારબાદ સિગરેટ, દારૂ જેવા વ્યસનથી દૂર રહો. આવું કરવાથી વેક્સિનનો સંપૂર્ણ લાભ શરીરને નથી મળતો. વેક્સિનનેશન દરમિયાન હાઇડ્રેઇટ રહેવાની સાથે બેલેસ્ડ ડાયટ લેવું પહેલી શરત છે.
એક્સપર્ટના મત મુજબ બેલેસ્ડ ડાયટ, હેલ્થી ફૂડ ઇમ્યૂન પાવરને સ્ટ્રોન્ગ કરતી હોવાથી વેક્સિનને પણ શરીરમાં સારો પ્રભાવ પાડવા માટે મદદરૂપ કરે છે.