Aadhaar Update: આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઇલ નંબર અપડેટ કરવું હવે મોંઘું થયું, UIDAI એ લાગુ કર્યા નવા નિયમો
Aadhaar update charges: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા આધાર કાર્ડની વિગતોમાં ફેરફાર કરવાના શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે.
Continues below advertisement
UIDAI new rules 2025: હવે નામ, સરનામું, મોબાઇલ નંબર અને જન્મતારીખ જેવી વિગતો અપડેટ કરાવવા માટે ગ્રાહકોએ ₹50 ને બદલે ₹75 નો ચાર્જ ચૂકવવો પડશે.
Continues below advertisement
1/5
UIDAI દ્વારા આધાર કાર્ડમાં ફેરફાર માટેની ફીમાં ₹15 થી ₹25 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા નિયમો 1 ઓક્ટોબર, 2025 થી અમલમાં આવી ગયા છે અને તે 30 સપ્ટેમ્બર, 2028 સુધી લાગુ રહેશે. જોકે, નવું આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા હજુ પણ નિઃશુલ્ક (Free) જ રાખવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ UIDAI ની સેવાઓની ગુણવત્તા જાળવી રાખવાનો છે.
2/5
UIDAI એ અમલમાં મૂકેલા નવા ચાર્જ મુજબ, આધાર કાર્ડ ધારકોએ વિવિધ સેવાઓ માટે નીચે મુજબની ફી ચૂકવવી પડશે. નામ, સરનામું, મોબાઇલ-નંબર અને જન્મતારીખ અપડેટ કરવા માટે: હવે ₹50 ને બદલે ₹75 નો ચાર્જ લાગશે. આંખનું બાયોમેટ્રિક કે ફોટોગ્રાફ અપડેટ કરાવવા માટે: હવે ₹100 ને બદલે ₹125 નો ચાર્જ લેવામાં આવશે.
3/5
જો કોઈ નાગરિક ઘરે બેઠાં-બેઠાં તેના કે પરિવારના કોઈ સભ્યના આધાર કાર્ડમાં અપડેટ કરાવવા માંગે છે, તો UIDAI એ આ માટેની પણ વ્યવસ્થા કરી છે, પરંતુ આ સર્વિસ માટે ₹700 નો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જો ઘરે બેઠાં એક સાથે એકથી વધારે વ્યક્તિઓની વિગતો અપડેટ કરાવવાની હોય, તો દરેક વ્યક્તિદીઠ ₹350 નો વધારાનો ચાર્જ લેવામાં આવશે.
4/5
નવા નિયમોમાં બાળકો અને કિશોરો માટે બાયોમેટ્રિક અપડેટ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. 5 થી 7 વર્ષનાં બાળકો અને 15 થી 17 વર્ષના કિશોરો માટે એક વાર બાયોમેટ્રિક અપડેટ કરાવવું નિઃશુલ્ક રહેશે. ખાસ કરીને 15 વર્ષના કિશોરો માટે 30 સપ્ટેમ્બર, 2026 સુધી બાયોમેટ્રિક અપડેટની કોઈ ફી લેવામાં આવશે નહીં.
5/5
આ નવા નિયમો 30 સપ્ટેમ્બર, 2028 સુધી અમલમાં રહેશે, ત્યારબાદ ફીમાં ફરીથી ફેરફાર કરવામાં આવી શકે છે. આમ, આધાર કાર્ડમાં વિગતો અપડેટ કરાવતા પહેલાં નાગરિકોએ નવા શુલ્ક અને નિયમો ધ્યાનમાં લેવા જરૂરી છે.
Continues below advertisement
Published at : 04 Oct 2025 04:19 PM (IST)