Sleeper Vande Bharat Express: આટલી લક્ઝરી હશે સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ, ફર્સ્ટ લૂક આવ્યો સામે, જુઓ અંદરની તસવીરો
Sleeper Vande Bharat Express: સ્લીપર વંદે ભારત ટ્રેનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. તે અંદરથી એકદમ લક્ઝુરિયસ લાગે છે, જે આલીશાન હોટેલ રૂમ જેવો લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય રેલ્વે દેશના ઘણા રૂટ્સ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહી છે. જો કે ચેર કોચ વંદે ભારત એક્સપ્રેસ પણ ચલાવવામાં આવી રહી છે, પરંતુ હવે સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ પણ ટૂંક સમયમાં દોડવા જઈ રહી છે. આ ટ્રેનો લાંબા અંતર માટે દોડશે.
આ નાણાકીય વર્ષમાં સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની યોજના છે. આ ઉપરાંત આ નાણાકીય વર્ષમાં મેટ્રો વંદે ભારત પણ ચલાવવામાં આવશે. કોચનું કામ પૂર્ણ થઈ ગયું છે
સ્લીપર વંદે ભારત એક્સપ્રેસની અંદરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે દેખાવમાં એકદમ લક્ઝુરિયસ લાગે છે.
વંદે ભારત એક્સપ્રેસનો સ્લીપર કોચ લક્ઝુરિયસ છે અને તેમાં વધુ જગ્યા હોવાનું જણાય છે. તે લક્ઝરી હોટલની ફિલિંગ આપી શકે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર વર્ઝનમાં 857 બર્થ હશે, જેમાંથી 823 બર્થ મુસાફરો માટે અને 34 સ્ટાફ માટે આરક્ષિત હશે. તમામ ટ્રેનોમાં પેન્ટ્રીની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
વંદે ભારતની સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફેબ્રુઆરીના અંત સુધીમાં અથવા માર્ચ 2024 સુધીમાં પાટા પર દોડતી જોઈ શકાય છે. તેની ગતિ સામાન્ય વંદે ભારત કરતા પણ વધુ હોઈ શકે છે.