Election 2024: ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ કઈ યોજનાઓનું નથી અટકતું કામ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Feb 2024 04:32 PM (IST)

1
ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દેશભરમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, ત્યારબાદ તમામ પ્રકારના કામકાજ અટકી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
આચાર સંહિતા લાગુ થયા બાદ અનેક નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકતું નથી અને નવું ફંડ પણ બહાર પડતું નથી.

3
જો કે, કેટલીક સરકારી યોજનાઓ એવી છે જેનું કામ આચારસંહિતા લાગુ થવા છતાં અટકતું નથી અને લોકો તેનો લાભ મેળવતા રહે છે.
4
લોકોને રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના, આયુષ્માન ભારત યોજના અને મફત રાશન જેવી યોજનાઓનો લાભ મળતો રહે છે, કારણ કે આ પહેલેથી જ ચાલી રહી છે.
5
જેમને આવાસ યોજનાની મંજુરી મળી ગઈ છે અને કામ શરૂ થઈ ગયું છે, તે અટકતા નથી. જોકે ચૂંટણી ન થાય ત્યાં સુધી કોઈ નવા લાભાર્થીને મંજૂરી આપવામાં આવતી નથી.
6
ઉપરાંત આદર્શ આચારસંહિતા લાગુ થયા પહેલા ચાલુ થયેલા પ્રોજેક્ટ પણ રહે છે.