ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી, પોલીસ અને ખેડૂતો વચ્ચે જબરદસ્ત ઘર્ષણ, જુઓ તસવીરો

1/9
ખેડૂતો દ્રારા સર્જાયેલા તણાવપૂર્ણ માહોલને કાબૂમાં કરવા માટે પોલીસ સતત સંઘર્ષ કરી રહી છે. ખેડૂતની દરેક પ્રવૃતી પર પોલીસ નજર રાખી રહી છે.
2/9
પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે જ્યારે જ્યારે પોલીસે લાઠીચાર્જનો પ્રયોગ શરૂ કર્યો તો ખેડૂતો હાથ જોડતા જોવા મળ્યાં.
3/9
ખેડૂતોએ ટ્રેક્ટરને ડિવાઇડર પર ચઢાવી દીધા હતા અને રસ્તા પરના ડિવાઇડર તૂટી ગયા છે.
4/9
બેકાબૂ હાલત પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તો પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.
5/9
તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ખેડૂતો બેરિકેડને તોડીને ટ્રેક્ટર્સ આગળ વધારી રહ્યાં છે.
6/9
રાષ્ટ્રીય રાજધાનીની સીમા પર ટ્રેક્ટરનો જમાવડો જોવા મળ્યો. ટ્રેક્ટરમાં સવાર પુરૂષ અને મહિલાઓ ઢોલની થાપ પર નાચી રહ્યાં હતા.
7/9
કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલું આંદોલન એટલું ઉગ્ર બની ગયું કે, પ્રશાસન સહિત સરકારની મુશ્કેલી વધારી દીધી છે.
8/9
પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યો. પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી.
9/9
ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતો નક્કી કરાયેલા રૂટ પર ન નીકળીને બેરિકેડ તોડીને આગળ વધતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાંયું હતું. માહોલ એટલો ખરાબ થઇ ગયો હતો કે, ખેડૂતોએ રોકવા પોલીસને રોડ પર બેસી જવું પડ્યું.
Sponsored Links by Taboola