વેઇટિંગ ટિકિટ લઇને ટ્રેનમાં પ્રવાસ કરનારા થઇ જાવ સાવધાન, રેલવેએ બદલ્યો નિયમ
Indian Railways Waiting Ticket Rules: જો તમે વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરો છો તો સાવચેત રહો. ભારતીય રેલવેએ નિયમો કડક બનાવ્યા છે. TTE તમને ટ્રેનમાંથી ઉતારી શકે છે. તમારે દંડ પણ ભરવો પડી શકે છે. જેના કારણે રેલવેમાં મુસાફરી કરતા લાખો મુસાફરોને અસર થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલવેના આ નિર્ણયને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 જુલાઈ પછી TTE પગલાં લઈ શકે છે અને વેઈટિંગ ટિકિટ પર મુસાફરી કરી રહેલા મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી શકે છે.
રેલવેએ હવે વેઈટિંગ ટિકિટના નિયમો વધુ કડક બનાવ્યા છે. વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
રેલ્વેના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિએ કાઉન્ટર પરથી એસી ટિકિટ ખરીદી છે અને વેઈટિંગમાં છે, તો તે એસી કોચમાં મુસાફરી કરી શકે છે. તેવી જ રીતે જો સ્લીપર કોચ માટે વેઇટિંગ ટિકિટ કાઉન્ટર પરથી ખરીદી હોય તો તે સ્લીપરમાં મુસાફરી કરી શકે છે.
પરંતુ જો કોઈએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય અને જો તે વેઇટિંગમાં હોય તો ઓનલાઈન ટિકિટ પર મુસાફરી કરી શકાતી નથી. કારણ કે જો તે કન્ફર્મ નહી થાય તો તે રદ થઈ જાય છે.
આ નિયમ અંગે રેલવેનું કહેવું છે કે કોઈ પણ મુસાફર વેઈટિંગ ટિકિટ પર મુસાફરી કરી શકે નહીં અને આ નિયમ વર્તમાન નથી પરંતુ અંગ્રેજોના જમાનાનો છે. પરંતુ તેનું પાલન થતું નથી.
હવે એવા અહેવાલો છે કે રેલવે આ નિયમનો કડક અમલ કરી શકે છે. જો કોઈ વેઈટિંગ ટિકિટ સાથે ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળે છે તો તેને 440 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે TTE તેને ટ્રેનમાંથી ઉતારી શકે છે. TTE પાસે આવા મુસાફરોને જનરલ ડબ્બામાં મોકલવાનો અધિકાર પણ હશે.