અંગ દઝાડતી ગરમીથી મળશે રાહત, ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે વરસાદ, દિલ્હીમાં આંધીનું એલર્ટ, વાંચો લેટેસ્ટ હવામાન અપડેટ
સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આ પ્રકારની હવામાન પેટર્ન હજુ જોવાની બાકી છે. જેના કારણે આગામી દિવસોમાં દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં વીજળી સાથે તોફાન આવી શકે છે. આ સમયગાળા દરમિયાન, આ રાજ્યોના કેટલાક ભાગોમાં તેજ ગતિના પવન સાથે કરા પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, આસામ અને મેઘાલયમાં વીજળી સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના હિમાલયન ક્ષેત્ર અને સિક્કિમમાં વીજળી પડવાની સંભાવના છે.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ શકે છે, જ્યારે ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.
સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાકમાં પશ્ચિમ હિમાલય, સિક્કિમના ભાગો અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. વિદર્ભ અને મધ્યપ્રદેશના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આંતરિક કર્ણાટક, કેરળ, તેલંગાણાના ભાગો, છત્તીસગઢ, મરાઠવાડા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઝારખંડ, ઓડિશા, લક્ષદ્વીપ અને ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધૂળનું તોફાન આવવાનું છે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા કરા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કેરળ જેવા દક્ષિણી રાજ્યોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે.