Weather Update Today: ઘરેથી નીકળતા પહેલા થઈ જાવ સાવધાન! અહીં વરસાદની સાથે પડશે કરા, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ
અગાઉ સમગ્ર દેશ ઠંડીનો સામનો કરી રહ્યો હતો ત્યારે હવે હવામાનનો મિજાજ બદલાવા લાગ્યો છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સવારે હળવી ઠંડી અને દિવસ દરમિયાન ગરમી જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં 19 અને 20 ફેબ્રુઆરીએ ભારે પવન સાથે કરા પડવાની આગાહી છે હવામાન વિભાગે આજે એટલે કે શનિવારે (17 ફેબ્રુઆરી) દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી કરી છે
લેટેસ્ટ એલર્ટ જારી કરતા IMDએ કહ્યું કે 19, 20 અને 21 ફેબ્રુઆરીની રાત્રે હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે કેટલાક છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
IMD અનુસાર, આગામી 24 કલાકમાં ઝારખંડ અને ઉત્તર ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વરસાદની સંભાવના છે, જ્યારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા તેમજ વીજળી પડવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલુ વધુ રહેવાની સંભાવના છે. વળી, આગામી દિવસોમાં વરસાદની શક્યતા નથી. ગુજરાતમાં હાલમાં અમુક ભાગોમાં ઠંડી જ્યારે કેટલાક ભાગોમાં ગરમી અનુભવાઈ રહી છે. ગરમી વધવાની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં બેથી ત્રણ ડિગ્રી જેટલુ તાપમાન ઘટી ગયુ છે. જેના પરિણામે અહીં ઠંડી વધી છે.