Weather Update Today: દિલ્હીમાં વરસાદ બાદ વધશે હાડ થીજવતી ઠંડી, અનેક રાજ્યોમાં કાતિલ ઠંડીનું એલર્ટ, વાંચો હવામાન અપડેટ
તીવ્ર ઠંડીના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં લોકોના શ્વાસ રૂંધાયા છે. જેના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઠંડીમાં હજુ વધારો થવાની શક્યતા છે. દિલ્હી સહિત રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આજે ઠંડીનું મોજું આવવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે શનિવારે (6 જાન્યુઆરી) રાજધાની દિલ્હીમાં ઠંડા દિવસની સ્થિતિ રહેશે. એટલું જ નહીં, આગામી દિવસોમાં વરસાદ પડશે, ત્યારબાદ ઠંડીમાં વધુ વધારો થશે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી રહેવાની શક્યતા છે.
IMD અનુસાર, તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે નવી દિલ્હીમાં 9 અને 10 તારીખે વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે.
હવામાન વિભાગનું કહેવું છે કે 6 જાન્યુઆરી દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢના અલગ-અલગ ભાગોમાં કડકડતી ઠંડીના દિવસો રહેવાની સંભાવના છે. આ સાથે ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ધુમ્મસને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
આ સિવાય હિમાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિવિધ ભાગોમાં 7 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ છે.