Weather Update Today: આ રાજ્યમાં પડશે વરસાદ, અહીં પડશે કરા, વાંચો- IMDનું લેટેસ્ટ અપડેટ
, લેટેસ્ટ અપડેટ જારી કરતી વખતે, હવામાન વિભાગે કહ્યું કે જમ્મુ-કાશ્મીર, મુઝફ્ફરાબાદ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને લદ્દાખમાં 26 ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 26 અને 27 ફેબ્રુઆરીએ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજધાની દિલ્હીના હવામાનની વાત કરીએ તો આજે એટલે કે શનિવારે (24 ફેબ્રુઆરી) આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે. આ સાથે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની શક્યતા છે.રાજધાની દિલ્હીમાં 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન વરસાદની સંભાવના છે.
IMD અનુસાર, પર્વતોમાં સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે, જેની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પ્રદેશમાં 26 અને 27 ફેબ્રુઆરીએ વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશમાં 24 થી 27 ફેબ્રુઆરી દરમિયાન વરસાદ અને હિમવર્ષાની આગાહી છે. આ સિવાય આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની સંભાવના છે. 24 ફેબ્રુઆરીએ તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને પડોશી ઓડિશાના ભાગોમાં વરસાદ પડી શકે છે.
સ્કાયમેટ વેધર અનુસાર, 26 ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડના ઘણા વિસ્તારોમાં વીજળી, ભારે પવન અને કરા પડવાની ચેતવણી છે. આ સાથે 27 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બિહારના કેટલાક ભાગોમાં વરસાદ અને કરા પડવાની સંભાવના છે.
image 6હાલ ગુજરાતમાં ઠંડીની વિદાયનો તબક્કો ચાલી રહ્યો છે. જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જોકે, ઠંડીની વિદાય દરમિયાન હાલના દિવસોમાં વધુ એક ચમકારાની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટાની આગાહી કરી છે. જે મુજબ તારીખ 24, 25 અને 26 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે.
તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ