Weather Update Today: આ રાજ્યોમાં વરસાદ બાદ ગગડશે પારો, આ રાજ્યો માટે એલર્ટ, વાંચો IMDનું અપડેટ
હવામાન વિભાગનું કહેવું છે કે મધ્ય ભારતમાં 10 થી 13 ફેબ્રુઆરી અને પૂર્વ ભારતમાં 13 થી 15 ફેબ્રુઆરી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશભરમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાવા લાગી છે. સવારે હળવી ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે ઠંડીનું મોજુ યથાવત છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં 10 થી 14 ફેબ્રુઆરી દરમિયાન હળવા ઝરમર વરસાદ પડશે અને મહારાષ્ટ્ર અને ઓડિશામાં 10 અને 11 ફેબ્રુઆરીએ વરસાદ પડશે.
આ સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 12 થી 15 ફેબ્રુઆરી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.
સ્કાયમેટ વેધર અનુસાર સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.
ગુજરાતમાં પણ શીત લહેરનું મોજું ફરી વળ્યું છે. હાલ સમગ્ર ગુજરાત જાણે ડિસેમ્બરની ઠંડી જેવો અનુભવ કરી રહ્યું છે.