ભારતમાં આ રાજ્યમાં દુનિયાની સૌથી મોંઘી કેરીનું થાય છે ઉત્પાદન, જાણો એક કિલોનો કેટલો છે ભાવ?
કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ વર્ષે ભારતમાં કેરીના ઉત્પાદનમાં 14 ટકાનો વધારો થવાની ધારણા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તવમાં આપણે જે કેરી વિશે વાત કરી રહ્યા છીએ તે મિયઝાકી કેરી છે. આ કેરી વિશ્વની સૌથી મોંઘી કેરી હોવાનું કહેવાય છે. તે ખાસ કરીને જાપાનમાં જોવા મળે છે, પરંતુ તેનું ભારતના બંગાળ રાજ્યમાં પણ ઉત્પાદન થાય છે.
વિશ્વની સૌથી મોંઘી અને દુર્લભ કેરીનું ઉત્પાદન પણ પશ્ચિમ બંગાળમાં થાય છે. પશ્વિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં તેની ખેતી થાય છે.
દર વર્ષે મિયઝાકી કેરીના ભાવ રેકોર્ડ બનાવે છે. સરેરાશ તેની કિંમત 3 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.
તે સૂર્યપ્રકાશમાં સંપૂર્ણપણે પાકે છે. જે પાક્યા પછી જાંબલી રંગની દેખાય છે. તે સ્વાદમાં પણ એકદમ અલગ છે. આ એક કેરીનું વજન 350 ગ્રામ છે.
આ કેરીના મોટાભાગના વૃક્ષો જાપાનમાં જોવા મળે છે. તેના ઉત્પાદનનો સમય એપ્રિલથી ઓગસ્ટ વચ્ચેનો છે.