Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણથી બચાવવા માટે સરકારનું શું છે પ્લાનિંગ?
દેશ હાલ કોરોનાની બીજી લહેર સામે જંગ લડી રહ્યો છે. તેવામાં એકસ્પર્ટનો મત છે કે, ભારતમાં ત્રીજી લહરે ઓક્ટબરથી નવેમ્બરની વચ્ચે આવી શકે છે. આ ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતક માનવામાં આવી રહી છે., આ સ્થિતિમાં બાળકોને સંક્રમણથી બચાવવા માટે સરકારનું શું પ્લાનિંગ છે. જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા માટે બાળકો માટે વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યુ છે, જેથી બાળકોને પણ સંક્રમણથી બચાવી શકાય. હાલ ભારતમાં મોજૂદ બંને વેક્સિનનું બાળકોો પર ક્લિનિક ટ્રાયલ ચાલી રહ્યું છે.
કોરોનાની મહામારીની પહેલી લહેરમાં વાયરસ 50 વયથી વધુ વયના લોકો માટે ઘાતક સાબિત થયો તો બીજી લહેરમાં 35થી 45 વય જૂથના લોકો વધુ સંક્રમિત થયા અને તેના પર આ વાયરસ જીવલેણ પણ સાબિત થયો તો હવે એક્સપર્ટનું અનુમાન છે કે, વાયરસ ત્રીજી લહેરમાં જેમાં બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે.
દિલ્લી એમ્સના ડાયરેક્ટરે ત્રીજી લહેરનો બાળકો પર પ્રભાવના મુદ્દે વાત કરતા જણાવ્યું કે, જે લોકોનો ઇમ્યૂન સક્ષમતા ઓછી હોય તેના પર આ વાયરસ વધુ તીવ્રતાથી હાવિ થાય છે. આ સ્થિતિમાં બાળકો ત્રીજી લહેરમાં વધુ સંક્રમિત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
ભારત બાયોટેક 12થી 18 વર્ષના બાળકો માટે નેઝલ વેક્સિનની તૈયારી પણ કરી રહ્યુ છે. જો કે ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણથી કેવી રીતે બચાવી શકાશે તે માટે રાજ્યો કે કેન્દ્ર સરકારે કોઇ બ્લુ પ્રિન્ટ હજુ સુધી તૈયાર નથી કરી