ગેસ સિલિન્ડર પર બીજી કંપનીનું રેગ્યેલેટર લગાવવું ભારે પડશે! થઈ શકે છે લાખોનું નુકસાન
ગેસ સિલિન્ડર (Gas Cylinder)નો ઉપયોગ કરતી વખતે લોકોએ કેટલીક સાવધાની રાખવી પડશે. જેથી ગેસ સિલિન્ડર (Gas Cylinder)નો ઉપયોગ કરતાં સમયે કોઈ મુશ્કેલી ન પડે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગેસ સિલિન્ડર (Gas Cylinder)નો ઉપયોગ કરતી લોકોને ઘણી ભૂલ કરે છે. જેના કારણે તેમને લાખોનું નુકસાન વેઠવું પડે છે. ચાલો તમને જણાવીએ કે આ ભૂલથી શું થાય છે.
હકીકતમાં, જ્યારે નવું ગેસ કનેક્શન ખરીદવાનું હોય છે, ત્યારે તેને ગેસ સ્ટવ સિલિન્ડર અને તેની સાથે રેગ્યુલેટર પણ આવે છે. પણ જ્યારે આ રેગ્યુલેટર બગડી જાય ત્યારે લોકો અન્ય કંપનીનું રેગ્યુલેટર ખરીદી લે છે.
જેના કારણે તમને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. કેવી રીતે, અમે તમને જણાવીએ કે, વાસ્તવમાં જ્યારે કોઈની જગ્યાએ ગેસ સિલિન્ડર (Gas Cylinder)નો અકસ્માત થાય છે. ત્યારબાદ તેને 50 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવે છે.
પરંતુ જો તમે બીજી કંપનીનું રેગ્યુલેટર ખરીદો છો. તો તમને વળતર મળશે નહીં. કારણ કે તમે તેને લાયક નથી. તેથી, રેગ્યુલેટર જે કંપનીનું હોય એ જ લગાવવું જોઈએ બીજી કંપનીનું લગાવવાથી વિમાનો લાભ મળશે નહીં.
જો તમારા સિલિન્ડરનું રેગ્યુલેટર બગડી ગયું છે. તેથી તમે તમારી ગેસ એજન્સી સાથે વાત કરો અને તેમને તે રેગ્યુલેટર બદલવા માટે કહો. આ સ્થિતિમાં, જો તમારી સાથે કોઈ અકસ્માત થાય છે, તો તમને વળતર આપવામાં આવશે.