Mayawati થી Mulayam Singh Yadav સુધી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહેલા આ નેતાઓ પાસે નથી પોતાની કાર
યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના 21મા મુખ્યમંત્રી છે. સીએમ યોગી પાસે ટોયોટા ફોર્ચ્યુનર અને ઈનોવા કાર છે. તેમણે આ માહિતી 2017ની ચૂંટણીની એફિડેવિટમાં આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુલાયમ સિંહ યાદવ પહેલા રાજનાથ સિંહ લગભગ દોઢ વર્ષ સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા. રાજનાથ સિંહ હાલમાં નરેન્દ્ર મોદી સરકારમાં રક્ષા મંત્રી છે. રાજનાથ સિંહે 2019માં આપેલા ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ કાર નથી.
અખિલેશ યાદવ પહેલા માયાવતી રાજ્યના મુખ્યમંત્રી હતા. તેઓ 2007 થી 2012 સુધી છેલ્લી વખત સીએમ હતા. માયાવતી 4 વખત યુપીના સીએમ બની ચૂક્યા છે. ચૂંટણી એફિડેવિટ મુજબ માયાવતી પાસે 100 કરોડથી વધુની સંપત્તિ છે પરંતુ તેમના નામે કોઈ કાર નથી.
માયાવતી પહેલા મુલાયમ સિંહ યાદવ 2002 થી 2007 સુધી યુપીના મુખ્યમંત્રી હતા. મુલાયમ સિંહ આ પહેલા બે વખત આ પદ સંભાળી ચૂક્યા છે. તેમણે કેન્દ્રમાં રક્ષા મંત્રાલયની જવાબદારી પણ સંભાળી છે. મુલાયમ સિંહે પોતાના ચૂંટણી એફિડેવિટમાં એમ પણ કહ્યું છે કે તેમની પાસે પોતાની કોઈ કાર નથી.