મતદાર યાદીમાંથી તમારુ નામ છે કે નહી તે કેવી રીતે જાણી શકશો
Check Online Name In Voter List: તમારો મત આપવા માટે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે જાણવા તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ વાત તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન જાણી શકો છો. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે અગાઉની ચૂંટણીમાં જે લોકોના નામ વોટિંગ લિસ્ટમાં હતા. પરંતુ આ ચૂંટણીઓમાં નહી હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે એ જાણવા માંગો છો કે તમારુ નામ મતદાર યાદીમાં છે કે નહીં. તો તમે ઘરે બેઠા બેઠા આ વસ્તુ ઓનલાઈન જાણી શકો છો.
આ માટે સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઇટ https://voters.eci.gov.in/ પર જવું પડશે. આ પછી તમારી સામે સાઇટનું હોમ પેજ ખુલશે.
આ પછી તમને જમણી બાજુએ કેટલાક વિકલ્પો આપવામાં આવશે. તેમાંથી તમારે સર્ચ ઇન ઇલેક્ટોરલ રોલ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારી સામે બીજું નવું પેજ ખુલશે.
આમાં તમને ત્રણ વિકલ્પો મળશે પ્રથમ EPIC દ્વારા સર્ચ કરો. બીજી ડિટેઇલ્સ મારફતે શોધો અને ત્રીજો વિકલ્પ મોબાઇલ દ્ધારા સર્ચ કરવાનો મળશે. તમે આમાંથી કોઈપણ વિકલ્પ દ્વારા મતદાર યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો.
જો તમારું નામ મતદાર યાદીમાં હશે તો તમને તેમાં તમામ માહિતી મળી જશે. જો તમારું નામ કાઢી નાખવામાં આવ્યું છે, તો તમારી માહિતી ત્યાં ઉપલબ્ધ રહેશે નહીં.