Young Politician's Wife Education: બીકોમ ગ્રેજ્યુએટ છે અખિલેશ યાદવની પત્ની, જાણો અન્ય યુવા નેતાઓની પત્ની કેટલું ભણેલી છે?
અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અખિલેશ યાદવ બીટેક ગ્રેજ્યુએટ છે. બીટેક બાદ તેમણે એનવાયરમેન્ટલ એન્જિનિયરીંગમાં પીજી પણ કર્યુ છે. બીટેક ગ્રેજ્યુએટ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે પણ બીકોમ કર્યું છે. ડિમ્પલે પોતાનું ગ્રેજ્યુએશન લખનઉ યુનિવર્સિટીથી કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે એમબીએ કર્યું છે. જ્યારે તેમની પત્ની અમૃતા ફડણવીસે પણ એમબીએ કર્યું છે. અમૃતાએ બેન્કર તરીકે કામ કર્યું છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોગ્રેસમાંથી પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં તે ભાજપમાં જોડાયા છે. કેન્દ્ર સરકારમાં મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. જ્યારે તેમની પત્ની પ્રિયદર્શની રાજે આર્ટ્સ ગ્રેજ્યુએટ છે. પ્રિયદર્શિનીએ પોતાનો અભ્યાસ મુંબઇથી કર્યો છે.
રાજ્યવર્ધન સિંહ રાઠોર ભાજપ નેતા છે. જ્યારે નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી પણ રહ્યા છે. તેમની પત્ની ગાયત્રી રાઠોર એમબીબીએસ ગ્રેજ્યુએટ છે. તે મેડિકલ પ્રેક્ટિસ કરે છે.
બાબુલ સુપ્રિયો ભાજપ છોડી તૃણમુલ કોગ્રેસમાં સામેલ થયા. તેમની પત્ની રચના શર્માએ એર હોસ્ટેસ ટ્રેનિંગ કોર્ટમાં એડમિશન લીધું હતું. કોર્સ પુરો કર્યા બાદ એરહોસ્ટેસ પણ બની હતી.