Jamnagar: ભારે વરસાદને પગલે જામનગર શહેર જળબંબાકાર, 11 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું

અનરાધાર વરસાદના કારણે જામનગર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હતા

જામનગર શહેર જળબંબાકાર

1/6
અનરાધાર વરસાદના કારણે જામનગર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હોવાની જાણ થતા તેઓને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની મદદથી તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
2/6
મૂશળધાર વરસાદથી જામનગર શહેરમાં જળંબબાકારની સ્થિતિ સર્જાઇ હતી. રણજીતસાગર રોડ પર અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. લાલપુરમાં 8 કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.
3/6
જામનગરમાં રણજીતસાગર રોડ પર અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી ફાયરની ૧૦ ટીમ અને એનડીઆરએફની ૧ ટીમ દ્વારા ૭૦થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
4/6
જામનગર ફાયર વિભાગની ૧૦ ટીમ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં અને રાજકોટથી આવેલ એનડીઆરએફ ટીમ દ્વારા લોકોને પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણી આવતા કેટલીય સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.
5/6
જામનગરના લાલખાણ સહિતના વિસ્તારમાં બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NDRF ફાયર ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.
6/6
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લાના કાલાવડમાં 9 ઈંચ, લાલપુરમાં 7 ઈંચ, જોડિયા અને ધ્રોલમાં 6 ઈંચ,જામનગર શહેરમાં 5 ઈંચ અને જામજોધપુરમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે
Sponsored Links by Taboola