સૌરાષ્ટ્રમાં યોજાઈ અનોખી મોદક સ્પર્ધા, સવજીભાઈએ 12 લાડુ ઝાપટીને બાજી મારી
Modak eating competition in Gujarat: સ્પર્ધામાં 49 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં શુદ્ધ ઘીના 100 ગ્રામના લાડુ અને દાળ આરોગવાની હરીફાઈ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુરૂષો, મહિલાઓ અને બાળકો એમ ત્રણ કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી હતી.
પુરુષ વિભાગમાં સવજીભાઈ મકવાણએ 12 લાડુ આરોગીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
મહિલા વિભાગમાં પદ્મિની ગજેરાએ 9 લાડુ સાથે વિજેતા બન્યા હતા.
જ્યારે બાળકોના વિભાગમાં આરુષ ઠાકરે 5 લાડુ આરોગીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આયોજકોના જણાવ્યા મુજબ, આ વર્ષે સ્પર્ધકોની સંખ્યા ઓછી હોવા છતાં, સ્પર્ધા ખૂબ જ રસાકસી ભરી રહી હતી.
સ્પર્ધકોનો ઉત્સાહ અને ઝડપ જોવાલાયક હતા.
વિજેતાઓને વિશેષ પુરસ્કાર અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અનોખી સ્પર્ધા સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવાનો એક પ્રયાસ છે અને દર વર્ષે વધુને વધુ લોકપ્રિય બની રહી છે.