Jamnagar Rain: ધોધમાર વરસાદને લઈ રણજીત સાગર ડેમ ઓવરફ્લો, અદભુત નજારો જોવા મળ્યો, જુઓ તસવીરો

Jamnagar Rain: ધોધમાર વરસાદને લઈ રણજીત સાગર ડેમ ઓવરફ્લો, અદભુત નજારો જોવા મળ્યો, જુઓ તસવીરો

Continues below advertisement

રણજીત સાગર ડેમ ઓવરફ્લો

Continues below advertisement
1/5
જામનગર: જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફલો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે.
2/5
જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. વાગડીયા ડેમ પણ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે. ડેમોની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્રે આજુબાજુના ગામોને સાવચેત રહેવા સૂચના આપી છે.
3/5
જામનગરમાં ઉપરવાસમાં સારા વરસાદના કારણે જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. રણજીતસાગર ડેમનો ધોધ વહી રહ્યાના અદભુત દ્રશ્યો સામે આવ્યા છે.
4/5
જામનગર શહેરને પાણી પૂરું પાડતા જળાશયો પૈકી રણજીત સાગર ડેમ મહત્વનો છે. જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવનાને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટી તંત્રે એલર્ટ જાહેર કર્યું છે.
5/5
આ વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને આવશ્યક સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. SDRF ની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે.
Continues below advertisement
Sponsored Links by Taboola