Siddaramaiah Net Worth: કેટલી પ્રોપર્ટીના માલિક છે સિદ્ધારમૈયા, સીએમની રેસમાં છે અગ્રસેર નામ
Siddaramaiah Net Worth: કર્ણાટક ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં કોંગ્રેસે 136બેઠકો જીતીને બમ્પર જીત મેળવી છે. કોંગ્રેસ ધારાસભ્ય દળની પ્રથમ બેઠક આજે સાંજે લગભગ 6 વાગે મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ 10 વર્ષ બાદ કર્ણાટકમાં પોતાના બળ પર ફરી સત્તા પર આવી રહી છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને મુખ્યમંત્રી પદની રેસમાં હોવાનું માનવામાં આવે છે.
કોંગ્રેસના સિદ્ધારમૈયા 2013 થી 2018 સુધી રાજ્યના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. સિદ્ધારમૈયા કર્ણાટકના મૈસૂર પ્રદેશની વરુણા બેઠક પરથીજીત મેળવી છે.
વિધાનસભા ચૂંટણી માટે તેમના નામાંકન સાથે ફાઈલ કરવામાં આવેલ એફિડેવિટ મુજબ સિદ્ધારમૈયા પાસે રૂ. 19 કરોડથી વધુની સંપત્તિ છે.
સિદ્ધારમૈયા પાસે 9.58 કરોડ રૂપિયાની જંગમ અને 9.43 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે.
આ સાથે સિદ્ધારમૈયા સામે 13 કેસ પેન્ડિંગ છે.
10 મેના રોજ કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું.
ચૂંટણીના પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસે 135 બેઠકો જીતીને એકતરફી જીત મેળવી છે.