સાપના ઝેરની કેવી રીતે થાય છે તસ્કરી, જાણો તેનો ઉપયોગ અને ક્યાં કાયદા હેઠળ મળે છે સજા
સાપને વિશ્વનું સૌથી ઝેરી પ્રાણી માનવામાં આવે છે. પરંતુ યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ બાદ સાપના ઝેરની ચર્ચાએ જોર પકડ્યું છે. શું તમે જાણો છો કે સાપના ઝેરની તસ્કરી કેવી રીતે થાય છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુટ્યુબર એલ્વિશ યાદવ કેસ પછી, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે, લોકો સાપના ઝેરનો નશો કેવી રીતે કરે છે. કારણ કે સાપનું ઝેર ખૂબ જ ખતરનાક અને ઝેરી હોય છે.
દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો હશે જે સાપના ઝેરથી ડરતો ન હોય. કારણ કે કેટલાક સાપનું ઝેર એટલું ઝેરી હોય છે કે સાપ કરડવાના થોડા જ સમયમાં વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ આજકાલ રેવ પાર્ટીઓમાં નશા માટે સાપના ઝેરનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના અભ્યાસ મુજબ, આ દિવસોમાં લોકો મનોરંજનના હેતુઓ અને અન્ય નશાના વિકલ્પ તરીકે સાપ અને વીંછી જેવા સરિસૃપના ઝેરનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે.
સવાલ એ છે કે, લોકો સાપના ઝેરનો નશો કેવી રીતે કરે છે. ઈન્ડિયન જર્નલ ઓફ ફિઝિયોલોજી એન્ડ ફાર્માકોલોજીના રિસર્ચ પેપર અનુસાર, સાપના ઝેરનો નશો કરવા માટે, લોકો સામાન્ય રીતે સાપને તેમના હોઠ પાસે લઇ જઇને ડંખ મરાવે છે પરંતુ આ સેકન્ડનો ખેલ હોય છે જો વધુ સમય ડંખ મારે તો વધુ ઝેર ચઢી જાય છે એટલે માત્ર પળવારમાં જ ડંખ મારવામાં આવે છે.
આ સિવાય દુનિયાભરમાં સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. મળતી માહિતી મુજબ નશા માટે કેટલીક ખાસ પ્રજાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે આ સાપોની તસ્કરી કરવામાં આવે છે.
ભારતીય બંધારણનો વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ 1972 વનસ્પતિ અને જંગલી પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓમાંથી બનેલા ઉત્પાદનોના વેપારના નિયમન અને નિયંત્રણ માટે નિયમો બનાવેલ છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ 49 અને સેક્શન 49 B હેઠળ પ્રાણીઓનો દુરુપયોગ કરવો અથવા તેની હેરફેર કરવી એ ગુનો છે. આવું કરવા માટે કાયદા હેઠળ ત્રણથી સાત વર્ષની સજાની જોગવાઈ છે.