Gujarat Rains: મહેસાણામાં ધોધમાર વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી, જુઓ આ તસવીરો
મહેસાણા જિલ્લામાં છેલ્લા 12કલાકમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App. કરોડોના ખર્ચે નવું બનેલું એસ.ટી ડેપોની અંદર વરસાદી પાણી ભરાઈ જતાં મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.
મહેસાણાના ગોપીનાલું, ભામારિયું નાળું તેમજ મહેસાણા બસ ટર્મિનલ પાણીથી ભરાઈ ગયા છે
મહેસાણા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. 8 ઇંચ વરસાદ ને પગલે અનેક સ્થળ પાણીમાં ગરકાવ થયા છે.
મોઢેરા ચાર રસ્તા બસ પોર્ટ સ્વિમિંગ પુલમાં ફેરવાયો છે. ગોપીનાળામાં પણ 7 થી 8 ફૂટ પાણી ભરાયું છે.
જોકે હાલ વરસાદ રોકાયો છે પરંતુ બસ ડેપોની અંદર પાણી ઉતર્યા નથી. જેના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.
અનેક જગ્યાએ વરસાદ બંધ થયા પછી પણ પાણી ઓસર્યા નથી.
મહેસાણા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોની ખેતી બરબાદ થઈ છે. ખેડૂતોના ખેતર તળાવની માફક પાણી ભરીજતા જુવાર,કપાસ,તેમજ કઠોળના પાકને થયું નુકસાન થયું છે.