Nepal Plane Crash: નેપાળ પ્લેન ક્રેશમાં 72ના મોત, વિમાને કાઠમંડુથી પોખરા માટે ભરી હતી ઉડાન ભરી, જુઓ PHOTOS
રવિવારે નેપાળના પોખરામાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી હતી. આ વિમાનમાં 68 મુસાફરો હતા. નેપાળ આર્મી, આર્મ્ડ પોલીસ, નેપાળ પોલીસ તેમજ સ્થાનિક નાગરિકો બચાવ કામગીરીમાં લાગેલા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાઠમંડુ પોસ્ટ અનુસાર યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ કહ્યું છે કે વિમાનમાં 68 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. આ અકસ્માત દિવસના 11.10 વાગ્યે થયો હતો. આ પ્લેન પોખરા ખીણમાં સેતી નદીણી ખીણમાં પડી ગયું હતું.
મળતી માહિતી મુજબ, યેતી એરલાઈન્સના ATR-72 વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ 72 સીટર એરક્રાફ્ટમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સ એટલે કે કુલ 72 લોકો હતા.
આ પ્લેન પોખરા પહોંચ્યું હતું ત્યારે અચાનક ક્રેશ થઈ ગયું. નેપાળી મીડિયા અનુસાર, આ અકસ્માત પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થયો હતો.
4 ક્રૂ મેમ્બર સહિત તમામ 72 મુસાફરોના મોત થયા છે. તેમના મૃતદેહો મળી આવ્યા છે. જેમાં 5 ભારતીય મુસાફરોનો પણ સમાવેશ થાય છે