In Pics: રાજસ્થાનના બૂંદી ગામમાં પૂરની સ્થિતિ, 1000થી વધુ લોકો ફસાયા, કુદરતના કેરની જુઓ તસવીરો
Rajasthan: રાજસ્થાનના બુંદીમાં પૂરનો વરસાદ ચાલુ છે. અહીં લાખેરી, ચાંદા, માલી કી બારી, કાંકરા મેજ, બસવારા, પાલી, ખાખાટા સહિતના અનેક ગામો જળમગ્ન થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSDRF અને ગામમાં લોકો મળીને લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવાનું કામ કરી રહી છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ ગામોમાં 1000થી વધુ લોકો ફસાયેલા છે, જેમાંથી લગભગ 200 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ગોસ્વામી આ ગામોમાં વહીવટી કર્મચારીઓ લોકોને બોટમાં બેસાડીને સુરક્ષિત સ્થાને પહોંચાડી રહ્યાં છે જો કે ગામમાં, લોકો તેમના ઘરોમાં કિંમતી સામગ્રીના કારણે ઘર છોડવા તૈયાર ન હોવાથી પ્રશાસન મહામહેનતે શિફ્ટિંગ કરાવી રહ્યાં છે.
વાત જાણે એમ છે કે, આ ગામોમાં અનેક મકાનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે અને અનેક ઘરો જમીનદસ્ત થઈ ગયા છે. 200થી વધુ કાચા મકાનો તોડી પાડ્યાં છે. પરિવારોને બચાવ્યા બાદ વહીવટીતંત્રે તેમને કામચલાઉ નાઇટ શેલ્ટરમાં રહેવાની વ્યવસ્થા કરી છે.
કોટા બેરેજ ડેમના તમામ દરવાજા ખોલીને 6 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ચંબલ નદીના વહેણને કારણે જિલ્લાના કેશોરાઈપાટન પેટા વિભાગની હાલત પણ કફોડી બની રહી છે.
અહીંના કેશોરાઈપાટણ નગરની કેટલીક વસાહતોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે આ જ વિસ્તારના રોટેડા, ઘાટ કા બરણા ગામમાં પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ છે. પ્રશાસને લોકોને બચાવીને સલામત સ્થળે પહોંચાડ્યા છે. આ સાથે જ જિલ્લાની મેજ નદી પણ ગાંડીતૂર બનતા નદી આસપાસનો વિસ્તાર જળમગ્ન થઇ ગયો છે.
આખા ગામના લોકો ભયભીત છે, ગામમાં સંપૂર્ણ નિરાશા પણ છવાઇ છે. કારણ કે આ વખતે આ ગામમાં ખેડૂતોએ સોયાબીન, અડદની ખેતી કરી હતી જે પૂરના પાણીમાં ધોવાઇ ગઇ છે.
ગામવાસીએ જણાવ્યું કે, ઘણા ગ્રામવાસીઓ હજુ પણ ઘર ખાલી કરવા તૈયાર નથી કારણ કે તેમનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. હવે તે ઘરની બચેલી વસ્તુઓને તેની નજર સામે નષ્ટ થતી જોઈ પણ શકતા નથી. તેથી જ તે તેની સામે તેની સંભાળ લેવા માટે આ પૂરમાં રહેવા માંગે છે.