રાજકોટના મહીકા ગામમાં ₹40 કરોડના સરકારી જમીન કૌભાંડનો પર્દાફાશ: 300 પ્લોટ વેચી 'શિવમ પાર્ક' ઉભું કરાયું

ગ્રામ પંચાયતે આપ્યા પાણી-ભૂગર્ભ કનેક્શન કલેક્ટરે 15 દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ ફટકારતા સ્થાનિકો મુશ્કેલીમાં.

રાજકોટ જિલ્લાના મહીકા ગામમાં સરકારી જમીન પર આચરાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં આશરે ₹40 કરોડ ની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે 300 પ્લોટ વેચી દેવામાં આવ્યા હતા અને તેના પર 'શિવમ પાર્ક રેસિડેન્સી' નામની સોસાયટી પણ ઉભી કરી દેવામાં આવી હતી.

1/5
આ કૌભાંડ એક દાયકાથી વધુ સમયથી ધમધમતું હતું અને તેમાં સ્થાનિક ગ્રામ પંચાયતની સંડોવણી પણ સામે આવી છે, કારણ કે તેમણે ગેરકાયદેસર રીતે પાણી અને ભૂગર્ભના કનેક્શન પણ આપ્યા હતા.
2/5
આ સમગ્ર કૌભાંડ અંગે તાલુકા મામલતદારને જાણ થતા તેની તપાસ હાથ ધરાઈ અને તેનો પર્દાફાશ થયો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતાને ધ્યાનમાં લઈને, જિલ્લા કલેક્ટરે તાત્કાલિક નોટિસ ફટકારીને સંબંધિત લોકોને 15 દિવસમાં જમીન ખાલી કરવા અને મકાનના આધાર-પુરાવા રજૂ કરવા આદેશ આપ્યો છે.
3/5
પ્રશાસન દ્વારા અપાયેલી આ નોટિસ બાદ સ્થાનિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે, અને ઘણા પરિવારોએ પોતાની આપવીતી રડતા રડતા જણાવી હતી.
4/5
સ્થાનિકો દ્વારા બિલ્ડર મુકેશ પટેલ અને ભૂપત ટાંક પર આ કૌભાંડ આચર્યાનો સીધો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ, કોરોનાકાળમાં મુકેશ પટેલનું અવસાન થયા બાદ આ તમામ કૌભાંડ ભૂપત ટાંક અને તેની ટોળકીએ આચર્યું હતું.
5/5
આ મામલે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ સરકારી જમીનોના દુરુપયોગ અને આવા કૌભાંડોને રોકવા માટે તંત્રની સક્રિયતા પર ફરી સવાલો ઉભા કર્યા છે.
Sponsored Links by Taboola