Rain: સૌરાષ્ટ્રના ભાદર-2 ડેમમાં રોજની 575 ક્યૂસેક પાણીની આવક, ડેમ છલકાયો, દરવાજા ખોલીને નદીમાં છોડાઇ રહ્યું છે પાણી...
Gujarat Rain: ગુજરાતમાં અત્યારે ચોમાસાના પહેલા વરસાદે જ તબાહી મચાવી છે, ચોમાસુ બરાબર જામ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજા અપડેટ પ્રમાણે, સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ભાદર-2 ડેમ ઓવરફ્લૉ થયો છે,
હાલમાં ડેમ સંપૂર્ણ રીતે ભરાઇ ગયો છે, અને એક દરવાજો અડધો ફૂટ ખોલીને પાણી છોડાઇ રહ્યું છે. ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ મૉડમાં છે.
છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ગઇ કાલે ભારે વરસાદના કારણે ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઇ છે, હાલમાં ભાદર-2 ડેમ સંપૂર્ણપણે ભરાયો છે,
ભાદર-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલીને પાણી છોડાઇ રહ્યું છે. ડેમનો એક દરવાજો ખોલાતા નદીકાંઠાના તમામ વિસ્તારોને એલર્ટ કરાયા છે.
ખાસ કરીને ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવ, પોરબંદરના નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ મૉડમાં રખાયા છે. અત્યારે ભાદર-2 ડેમમાં 575 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે.