રાજકોટના ડુંગરકા ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી ના આવતા અર્ધનગ્ન થઇ નોંધાવ્યો વિરોધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jun 2021 12:18 PM (IST)
1
રાજકોટઃ રાજકોટમાં કેનાલમાં પાણી ન આવતા ડુંગરકા ગામના ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં કેનાલમાં બેસી વિરોધ નોંધાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આજી 2 ડેમમાંથી કેનાલમાં 8 તારીખે પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ આજ દિવસ સુધી પાણી ન પહોંચતા ખેડૂતો રોષે ભરાયા હતા અને અર્ધનગ્ન હાલતમાં કેનાલમાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
3
ખેડૂતોનું કહેવું છે કે ખરીફ પાકના પિયત માટે પાણી જરૂર છે પરંતુ કેનાલ જ ખાલી છે અને જો પાણી નહિ મળે તો મગફળી, કપાસ સહિતના પાકને નુક્સાન જવાની ભીતિ છે.
4
ખેડૂતોનું કહેવું છે કે એક વિઘામાં 3થી 4 હજાર રૂપિયાનો વાવણીનો ખર્ચ કર્યો છે. પરંતુ પાણી સમયસર નહીં મળે તો બિયારણ ફેઇલ જશે અને પાક સંપૂર્ણ નિષ્ફળ જશે જેથી પાણી છોડવાની માંગ સાથે તેમણે અનોખો વિરોધ નોઁધાવ્યો હતો.