Rajkot Game Zone Fire: રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની આ તસવીરો જોઈ હચમચી જશો
રાજકોટ: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 26 લોકોના મોત થયા છે. આ અગ્નિકાંડે સમગ્ર રાજકોટ શહેરને હચમચાવી નાખ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 26 મૃતદેહ પહોંચ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. 108ના કર્મચારીઓ દ્વારા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
હાલ તો સોશિયલ મીડિયામાં આ આગની ઘટનાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં વિકરાળ આગ જોવા મળી રહી છે.
આ અગ્નિકાંડને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. TRP ગેમઝોન ફાયર NOC વિના જ ચાલતો હોવાની માહિતી સામે આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આ ઘટનાને લઈ એસઆઈટીની રચના કરી છે.
રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે.
રાજ્ય સરકારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોના પરિવારને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. FSLની ટીમ ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચી છે.