ગણેશ ગોંડલ VS અલ્પેશ કથિરીયા: ગોંડલમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા, તસવીરોમાં જુઓ કેવો છે માહોલ
ગણેશ ગોંડલ VS અલ્પેશ કથિરીયા: ગોંડલમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા, તસવીરોમાં જુઓ કેવો છે માહોલ
અલ્પેશ કથિરીયા VS ગણેશ ગોંડલ
1/10
રાજકોટ: રાજકોટ જિલ્લાનું ગોંડલ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં છે. ગણેશ ગોંડલ અને અલ્પેશ કથીરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વાક્યુદ્ધના કારણએ ગોંડલનું રાજકારણ ગરમાયું છે. આજે અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો ગોંડલ પહોંચ્યા છે.
2/10
અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવીયા અને જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા છે. અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચતા માહોલ ગરમાઈ ગયો છે. અલ્પેશ સમર્થકો અને વિરોધ દર્શાવતા લોકો સામસામે આવી ગયા હતા. અલ્પેશની કાર આવતા જ જોરદાર વિરોધ દર્શાવાયો હતો. ગોંડલમાં ઠેક ઠેકાણે અલ્પેશ કથીરિયાનો વિરોધ કરાયો હતો. અલ્પેશ કથિરિયાએ ફરી ગોંડલને મિર્ઝાપુર ગણાવ્યું છે. અલ્પેશે કહ્યું કે, ગોંડલ મિર્ઝાપુર છે તે સાબિત થઈ ગયું છે. અમારી કાર પર પથ્થરમારો કરાયો હતો. આજે તેઓ બૌખલાઈ ગયા છે, ભયમાં છે. મારી એક જ વાત છે, કોઈને દબાવી પોતાનુ શાસન ન કરવુ જોઈએ.
3/10
ગોંડલમાં જયરાજસિંહના સમર્થનમાં કોલેજ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ગણેશ જાડેજા અને જયરાજસિંહના સમર્થનમાં ભેગા થયા હતા. સૌથી વધુ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.
4/10
અલ્પેશ કથીરિયા અને તેમના સાથીઓના આક્ષેપો બાદ પ્રથમ વખત જયરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ આવ્યા હતા. જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, બહારથી આવેલા લોકો ગોંડલમાં બદનામ કરી રહ્યા છે.
5/10
જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, ગોંડલમાં 2027 ની ચૂંટણીમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં. ટિકિટ આપવાનું કામ હાઈ-કમાન્ડનું છે મારું નથી. આ બાબતે હાઈકમાન્ડને હું ગંભીરતાપૂર્વક રજૂઆત કરીશ. ગોંડલના પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર સમાજ મારી સાથે છે.
6/10
ગણેશ જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગોંડલની જનતાએ અલ્પેશ કથીરિયાને જવાબ આપી દીધો છે. ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકે. ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો છે.
7/10
ગોંડલમાં હાલ તો મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ગોંડલમાં રસ્તાઓ પર બંને પક્ષના સમર્થકો જોવા મળી રહ્યા છે.
8/10
જયરાજસિંહ જાડેજાની ઘરની બહાર પણ મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકઠા થયા છે. અલ્પેશ કથિરીયાની વિરુદ્ધમાં સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે.
9/10
અલ્પેશે કહ્યું હતું કે, ગોંડલમાં કોઈ આવી ન શકે તેવી વાત હતી, અમે ગોંડલમાં આવીને બતાવ્યું, હજુ આવનારા દિવસોમાં ગોંડલ આવીશું. ગણેશ ગોંડલના ભયના લીધે જ ગોંડલમાં ડરનો માહોલ છે. ગાડીઓની તોડફોડ કરવી,કાફલો રોકવો,લોકોને રોકવા એટલે ગોંડલ મિર્ઝાપુર સાબિત થઈ રહ્યું છે.
10/10
હાલ તો ગોંડલમાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. શહેરના દરેક ચોકમાં પોલીસનો કાફલો તૈનાત કરાયો છે.
Published at : 27 Apr 2025 02:01 PM (IST)