Rivaba Jadeja: વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રવિન્દ્ર જાડેજાની પત્નીને આપી ટિકિટ, ક્રિકેટ સાથે જોડાયેલી આ હસ્તીઓએ રાજકારણમાં કર્યો છે પ્રવેશ
ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા પણ ક્રિકેટની ઘણી મોટી હસ્તીઓ ચૂંટણી લડી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપવામાં આવી છે. રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચૂક્યા છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.
અનુભવી ક્રિકેટર ગૌતમ ગંભીર પણ થોડા વર્ષો પહેલા રાજકારણમાં સક્રિય થયા છે. 2019માં તેઓ ભાજપમાં જોડાયા હતા. હાલ તેઓ દિલ્હીથી લોકસભાના સાંસદ છે. ગૌતમ ગંભીર T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011ની વિજેતા ટીમનો સભ્ય રહી ચૂક્યો છે.
પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની ગણતરી દિગ્ગજ નેતાઓમાં થાય છે. તેઓ વર્ષ 2004માં ભાજપમાં જોડાયા હતા. તેઓ સતત 10 વર્ષ સુધી લોકસભાના સાંસદ હતા. 13 વર્ષ સુધી ભાજપમાં રહ્યા બાદ સિદ્ધુ 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ પંજાબ કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કીર્તિ આઝાદ 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ લાંબા સમયથી ભાજપના મોટા નેતાઓમાં સામેલ હતા. જે બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પણ રાજકારણમાં પોતાને અજમાવી ચૂક્યા છે. અઝધરુદ્દીન વર્ષ 2009માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ ઉત્તર પ્રદેશની મુરાદાબાદ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.