Gujarat: ગરમીનો પ્રકોપ વધ્યો, રાજકોટ સૌથી ગરમ શહેર, જાણો હવામાન વિભાગે બીજી શું કરી આગાહી
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમી સતત વધી રહી છે. રાજ્યના વાતવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રેહશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં હવે ગરમીની શરૂવાત થઈ રહી છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન ઊંચકાયું છે.
હવામાન વિભાગે કહ્યું કે, લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં સિઝનનું પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર પહોંચી ગયું છે.
રાજકોટ શહેરમાં સૌથી વધુ મહત્તમ 37.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ 15.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદ લઘુત્તમ 18.3 મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગાંધીનગરમાં લઘુત્તમ 16.5 અને મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.