Rajkot Rain: ગોંડલમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ

Rajkot Rain: ગોંડલમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે.

ગોંડલમાં ધોધમાર વરસાદ

1/6
રાજકોટ: હવામાન વિભાગે આજે રાજકોટ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
2/6
સવારથી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે બપોરબાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ તેમજ પવન સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
3/6
ધોધમાર વરસાદને પગલે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. શહેરમાં કમોસમી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
4/6
કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન જવાની ભીતિ છે. માવઠાના મારથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ છે.
5/6
ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. થોડાક દિવસના વિરામ બાદ ફરી ગોંડલ પંથકમાં વરસાદથી ખેડૂતો ચિંતિત થયા છે.
6/6
હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં પણ આજે વરસાદ વરસ્યો છે. ખાંભા અને સાવરકુંડલામાં વરસાદ વરસ્યો છે.
Sponsored Links by Taboola