સૌરાષ્ટ્રના શહેરોમાં દિવાળીનો ઝગમગાટ, ધનતેરસ પર્વની રોનક, સોના-ચાંદીની ખરીદી માટે ઉમટી ભીડ
આજે ધનતેરસના શુભ મુહૂર્તમાં સોના અને ચાંદીની ખરીદી ઉતમ મનાય છે. ત્યારે સૌરાષ્ટ્રના શહેરોમાં પણ ધનતેરસની રોનક જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ સોની બજારમાં શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો ઉમટ્યાં હતા. ગઈકાલે 55400 22 કેરેટ નો ભાવ હતો આજે પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ 600 નો વધારો થયો છે.
રાજકોટ ગોલ્ડ માર્કેટ ભાવ 22 કેરેટ નો ભાવ 56000 છે, ગઈકાલે 55400 22 કેરેટ નો ભાવ હતો, આજે પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ 600 નો વધારો થયો છે.
આજે કરોડોના સોનાના દાગીનાથી લઇને લોકો શુકન માટે 1 ગ્રામ થી લઈને 10 ગ્રામ સુધીમાં પ્યોર ગોલ્ડ ની ખરીદી કરે છે.
સોનાની ખરીદી પર મજૂરીમાં મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ ઓફરો પણ જોવા મળી રહી છે. રાજકોટ સોની બજાર પેલેસ રોડની અંદર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
ધનતેરસના અવસરે સોના-ચાંદી અને પિતળના વાસણની ખરીદીનું ખૂબ જ મહત્વ છે. કહેવાય છે કે, આજના દિવસે કરેલી વસ્તુ તેર ગણી થાય છે. તેથી જ સોના ચાંદીની ખરીદી કરવાનું મહત્વ છે.
આજે સૌરાષ્ટ્રની બજારમાં ધનતેરસની ખરીદીને લઇને સારી રોનક જોવા મળી હતી. વાસણ અને સોના ચાંદીમાં સારી ખરીદી નીકળી છે.