Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: માતાજીના દર્શન કરવા જીવના જોખમે કોઝવે પાર કરતાં શ્રદ્ધાળુઓ, જુઓ તસવીરો
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે અંબાજી મંદિરે પાસે આવેલા કોઝવે જીવના જોખમે લોકોએ પસાર કર્યો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતંત્રને અહીં એક પુલ બનાવવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. પણ પુલ બનાવવામાં ન આવતા લોકો જાનના જોખમે આ કોઝવે પરથી પસાર થાય છે.
નવરાત્રિ દરમિયાન પણ હજારો લોકો માતાજીના દર્શન કરવા આવતા હોય છે.
કોઝવે પર પાણી ફરી વળે ત્યારે ત્રણ કિલોમીટર સુધીનો ફેરો થાય છે, જેથી શ્રદ્ધાળુઓ જીવના જોખમે પુલ પસાર કરે છે.
જો પુલ બનાવવામાં આવે તો લોકોને સરળતા રહે તેવી માંગ ઉઠવા પામી છે. તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવી છતાં પુલ બનાવવામાં આવતો નથી.
અહીંયા જન્માષ્ટમી અને નવરાત્રી બંને પર હજારો લોકો અંબાજી માતાના દર્શન આવતા લોકોની ભારે ભીડ રહે છે.
અહીં દર્શન કરવા માટે પાંચવડા, સાણથલી,જસાપર જસદણ,વીરનગર કોટડા જંગવડ ગામડાઓના લોકો આવે.
તંત્ર દ્વારા આ પુલ બનાવવામાં આવતો નથી વહેલી તકે પુલ બનાવવામાં આવે તેવી લોકમાગણી પણ ઉઠી છે.
પુલ ન હોવાના કારણે ચોમાસામાં કોઝવે પરથી પાણી પસાર થતું હોય ત્યારે શ્રદ્ધાળુએ અહીં જીવના જોખમે પસાર થવું પડે છે.