ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 10 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર!

Khambhaliya Rain: રાજ્યમાં ચોમાસાના આગમન બાદ થોડા સમય માટે શાંત રહેલા વરસાદ આજે ફરી સક્રિય થયા છે. દક્ષિણ પશ્ચિમી ચોમાસાના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે.

Gujarat Rain: ખાસ કરીને દ્વારકા જિલ્લાનો ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર 6 કલાકમાં ખંભાળિયામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જે આ વર્ષનો સૌથી વધુ વરસાદ છે. આ સાથે જ ખંભાળિયામાં પ્રથમ વરસાદમાં જ મોસમનો 32.5 ટકા વરસાદ પડી ગયો છે.

1/5
પોરબંદરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ભાણવડમાં 2.5 ઇંચ, રાણાવાવમાં 1.5 ઇંચ, જ્યારે લીલિયા અને બાબરામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
2/5
જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી અને કુતિયાણામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા હતા.
3/5
આજે બપોરે એક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ રાત્રે પાંચ વાગ્યા સુધી અવિરત રહ્યો હતો, જેના કારણે ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો.
4/5
સૌથી વધુ વરસાદ બપોરે 2 થી 4 દરમિયાન પડ્યો હતો, જ્યારે 5 ઇંચ જેટલું પાણી એકસાથે વરસ્યું હતું. આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
5/5
આ પછી પણ વધુ 2 ઇંચ વરસાદ પડ્યો હતો, જેથી ગતરાત્રીથી અત્યાર સુધીમાં ખંભાળિયામાં કુલ 10 ઇંચ વરસાદ નોંધાયો છે.
Sponsored Links by Taboola