Rajkot: કોઠારીયા રોડ બન્યો મગરની પીઠને પણ શરમાવે તેવો, વાહનોની થઈ આવી હાલત, જુઓ તસવીરો
રાજકોટના કોઠારીયા રોડમાં અનેક વિસ્તારોમાં મસમોટા ખાડા પડ્યા છે. જેની વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારના મોટાભાગના રોડ પર ચાલવું મુશ્કેલ બન્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોર્ડ નંબર 18 માં મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે. રિદ્ધિ સિદ્ધિના નાળાથી સ્વાતિ પાર્ક સુધીનો રસ્તો બિસ્માર બન્યો છે. વરસાદ પડે ત્યારે અનેક વાહનો ફસાઈ જાય છે.
આ વિસ્તારમાં નાની મોટી 70 થી વધુ સોસાયટીઓ આવેલી છે. ખાડામાં દરરોજ અનેક લોકો પડે અને ગંભીર પ્રકારની ઇજાઓ થાય છે.
કોઠારીયા ગામનો શહેરમાં સમાવેશ થયો તેને સાત વર્ષ થયા છે છતાં સ્થિતિ હજુ ઠેરની ઠેર છે.
અહીં લાકડા ભરેલો ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો. ખાડાના કારણે એક સાઈડનો રોડ બંધ કરવામાં આવ્યો છે.
કોઠારિયા રોડ પર પડેલા ખાડામાંથી રીક્ષા પણ માંડ માંડ પસાર થઈ શકી હતી.
ભરાયેલા વરસાદી પાણી અને ખાડામાં રાંધણ ગેસ સિલિન્ડર લઈને જતો છકડો પણ ફસાઈ ગયો હતો.