Rajkot: ધોરાજીના વેપારીઓએ ખરાબ રોડ રસ્તાથી ત્રાહિમામ પોકારી આ રીતે કર્યો વિરોધ, જુઓ તસવીરો

વેપારીઓ દ્વારા રસ્તો રોકી વિરોધ કરવામાં આવતા વાહનોની લાઈનો લાગતા ટ્રાફિક જામ થયો હતો.

વિરોધ કરતાં વેપારીઓ

1/5
ગુજરાતમાં વરસાદ બાદ ઘણા શહેરોમાં રોડ રસ્તા મગરની પીઠનેપણ શરમાવે તેવા બન્યા છે. આ દરમિયાન રાજકોટના ધોરાજીમાં મેઈન રોડ ઉપર ખરાબ રસ્તાઓને કારણે વેપારીઓનો હલ્લાબોલ કર્યું હતું.
2/5
વેપારીઓએ રસ્તા પર ખુરશી રાખીને અનોખો વિરોધ કર્યો હતો. ધોરાજીના સ્થાનિક વેપારીઓએ રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો.
3/5
વેપારીઓ દ્વારા રસ્તો રોકી વિરોધ કરવામાં આવતા વાહનોની લાઈનો લાગતા ટ્રાફિક જામ થયો હતો.
4/5
રોડ રસ્તાની ખરાબ હાલતના કારણે વેપારીઓમાં ભારે રોષ છે. અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતાં ખરાબ રોડથી ત્રાહિમામ થઈને વેપારીઓએ રસ્તા રોક્યા હતા.
5/5
ધોરાજી પોલીસે વિરોધ નોંધાવતા તમામ વેપારીઓને અટકાયત કરીને મામલો થાળો પાડ્યો હતો.
Sponsored Links by Taboola