રાજકોટઃ નશાની હાલતમાં ડોક્ટરે મોંઘીદાટ BMW કારથી બાઈક ચાલકને ઉડાવીને મોત નિપજાવ્યું, જાણો કોણ છે આ ડોક્ટર ?
લક્કીરાજ અકવાલિયા નશાની હાલતમાં BMW કાર ચલાવતો હોવાનો સામે આવ્યું છે. આ ઘટનામાં 45 વર્ષના જ્યંતિભાઈ રાઠોડનું મોત થયું હતું. થોરાળા પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અકસ્માતમાં 45 વર્ષીય જયંતિભાઇ રાઠોડનું મોત થયું છે. 45 વર્ષીય જયંતિભાઇ રાઠોડ થોરાળા વિસ્તારમાં રહે છે.
રાજકોટઃ રાજકોટમાં મંગળવારે મોડી રાત્રે લકઝ્યુરીયસ BMW કાર ચલાવી રહેલા ડોક્ટરે નશાની હાલતમાં બાઈકને ટક્કર મારીને બાઈક ચાલકને ઉડાવતાં તેનું મોત થયું છે. અકસ્માત કરનાર BMW કાર ચાલક ડોક્ટર લક્કીરાજ અકવાલિયાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
રાજકોટમાં મંગળવારે મોડી રાત્રે 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં BMW કાર ચલાવી રહેલો ડોકટર નશાની હાલતમાં કાર ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. BMW કાર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા ચલાવતો હોવાથી પોલીસે લક્કીરાજની અટકાયત કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -