Rajkot: વિજયભાઈના નિધનથી રાજકોટ શોકમાં, શાળા, વેપાર ધંધા તમામ સજ્જડ બંધ

Rajkot: વિજયભાઈના નિધનથી રાજકોટ શોકમાં, શાળા, વેપાર ધંધા તમામ સજ્જડ બંધ

રાજકોટ સજ્જડ બંધ

1/6
રાજકોટ: અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું નિધન થયું છે. વિજયભાઈના નિધનથી સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ છે. રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાજકોટની તમામ બજારો આજે સજ્જડ બંધ છે. વેપારીઓએ આજે બંધ પાળ્યો છે.
2/6
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ખાનગી શાળાઓ બંધ છે. વહેલી સવારથી રાજકોટની તમામ શાળાઓ સજ્જડ બંધ પાળ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ઋણ ચૂકવવા માટે ખાનગી શાળા સંચાલક મંડળે નિર્ણય કર્યો હતો. વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ખાનગી શાળાઓના અનેક પ્રશ્નો ઉકેલ્યા હતા.
3/6
રાજકોટના વેપાર ઉદ્યોગના વિકાસમાં વિજયભાઈ રૂપાણીનો સિંહ ફાળો રહ્યો છે. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે વેપાર અને ઉદ્યોગોના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા.
4/6
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પોતે વ્યવસાયે વેપારી હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજકોટના વેપાર ઉદ્યોગ બંધ રાખવામાં આવ્યા હતા.રાજકોટના તમામ ઉદ્યોગ વેપાર આજે બપોર સુધી બંધ રાખવામાં આવ્યા હતા.
5/6
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ગઈકાલે જાહેરાત કરવામાં આવતા 108 સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો હતો. એન્જિનિયરિંગ એસોસિએશન શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન સહિતના ઉદ્યોગ બંધ રહ્યા હતા.
6/6
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપાર ઉદ્યોગકારોનો નિર્ણય કર્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે.
Sponsored Links by Taboola