Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં શુષ્ક વાતાવરણ રહેશે.તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર નહીં જોવા મળે. ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત મળે તેવી હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આગામી 48 કલાક કચ્છમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાશે. નલિયામાં પણ કોલ્ડવેવની અસર છે. લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી પર પહોંચ્યું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ઠંડીનો ચમકારો વધશે.

નલિયા બાદ સિઝનની સૌથી વધુ ઠંડી રાજકોટમાં નોંધાઇ છે. છેલ્લા એક દશકામાં પ્રથમ વખત રાજકોટના લોકોએ કોલ્ડવેવનો અનુભવ કર્યો છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી સામાન્ય કરતા ઓછું તાપમાન રાજકોટમાં નોંધાયું છે.
રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી ઠંડીનો ચમકારો વધ્યો છે. આ વખતે કચ્છના નલિયા સાથે સૌરાષ્ટ્રનું રાજકોટ પણ ઠંડુગાર થઈ ગયું છે. રાજકોટમાં દર વર્ષે સામાન્ય ઠંડી નોંધાતી હતી, ત્યાં આ વખતે રાજકોટવાસીઓને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
રાજકોટમાં કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. દર વર્ષે કચ્છના નલિયામાં કોલ્ડવેવની અસર હોય છે, પરંતુ આ વર્ષે રાજકોટમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસર જોવા મળી હતી.
આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નહીં થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે તો અમદાવાદમાં હજુ ત્રણ દિવસ લઘુતમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
જોકે હવામાન નિષ્ણાંતોએ અમદાવાદમાં ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 12 ડિગ્રી પર પહોંચવાનું અનુમાન વ્યકત કર્યું છે.