Rajkot: કરફ્યુનો ભંગ કરીને ફૂટપાથ પર ડાન્સ કરનારી યુવતીની પોલીસે કરી ધરપકડ ને પછી......જાણો નોંધાયો શાનો ગુનો ?
રાજકોટ: ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજકોટ સહિતના 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. નાઇટ કર્ફ્યૂના સમયમાં એક યુવતીએ જાહેરમાં વીડિયો બનાવતા ચકચાર મચી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગે મળતી વિગતો પ્રમાણે, રાજકોટમાં મહિલા કોલેજ ચોક અંડરબ્રિજ (Rajkot under bridge) પાસે યુવતીએ ડાન્સ કરતો વીડિયો બનાવ્યો હતો.
પોલીસ તપાસમાં આ યુવતીનું નામ પાયલબા ઉર્ફે પ્રિશા રાઠોડ હોવાનું સામે આવ્યું હતું. વીડિયો બનાવ્યા બાદ યુવતીએ તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો.
વીડિયો બનાવ્યા બાદ યુવતીએ તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. જોકે, પોલીસના ડરથી વીડિયો ડિલીટ કરી નાંખ્યો હતો.
જેને લઈ રાજકોટ એ-ડિવિઝન પોલીસે પાયલબા ઉર્ફે પ્રિશા રાઠોડ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.
યુવતીએ કાલાવડ રોડ પર મહિલા કોલેજ ફૂટપાથ પર વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં કર્યો અપલોડ કર્યો હતો. યુવતીને ફેસબુક પ્રોફાઇલ મુજબ તે મોડલ અને સિંગર છે.
વીડિયો બનાવનાર પ્રિશાએ મીડિયા સામે અને કહ્યું મારી ભૂલ થઈ છે. મેં વીડિયોમાં માસ્ક પહેરેલો છે. હું માફી માગું છું. મારું ઘર મેં જ્યાં વીડિયો બનાવ્યો છે ત્યાં જ આવેલું છે.
તમામ તસવીર સૌજન્યઃ Prisha Rajput ફેસબુક