In Photos: રાજકોટના લોકમેળાએ કરી જમાવટ, માનવ મેરામણ ઉમટી પડ્યું
જન્માષ્ટમીના તહેવારોમાં 9 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ લોકમેળામાં રમકડાના, ખાણીપીણી, આઈસ્ક્રીમ, નાની ચકરડી, ફજર ફાળકા રાઇડસના સહિતના 355 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા એ આપણી સંસ્કૃતિ છે. વિવિધતામાં એકતાની આપણી બહુરંગી સંસ્કૃતિ મેળાઓએ જાળવી રાખી છે. દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે.
સુરેન્દ્રનગર,ભાવનગર,મોરબી,ગોંડલ ધોરાજી,ઉપલેટા ગીર સોમનાથ, બોટાદ સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળો કરવા આવે છે.
લોકમેળામાં અલગ અલગ ચકડોળ, ખાણીપીણીના સ્ટોલ, રમકડા અને ઘરવપરાશના સ્ટોલ હાઉસફુલ થઈ ગયા છે.
મેળામાં અલગ અલગ વીસ કરતાં વધારે સુરક્ષા માટે ટાવરો ગોઠવવામાં આવ્યા છે. લોક મેળામાં રાઉન્ડ ક્લોક 2000 કરતા વધારે પોલીસ જવાનો તૈનાત કરાય છે.
મેળો માણવા આવેલા લોકોએ કહ્યું રાજકોટનો લોક મેળો માણવો એક લ્હાવો છે.
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકો સાતમ અને આઠમ બે દિવસ સૌથી વધુ મેળો કરવા માટે આવે છે.
મેળામાં ચકડોળ તથા વિવિધ રાઈડ્સમાં બેસવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.