Rajkot Fire: રાજકોટ ગેમઝોન આગની આ તસવીરો તમને રડાવી મુકશે

રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આજે મુખ્યમંત્રી સિવિલનાં પી એમ રૂમની મુલાકાત લેશે. અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસપી સહિતના પોલીસ અધિકારીઓ પી એમ રૂમ પાસે બંદોબસ્તમાં છે.

મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. હવે મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે ત્યાર બાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.
બેજવાબદારીથી ચાલતા વેલ્ડીંગથી આગ ભડકી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ગેમ ઝોનના ગ્રાઉન્ડમાં ગો કાર રેસિંગ માટે 800થી વધુ ટાયરો રાખ્યા હતા, જેના કારણે આગ વિકરાળ બની હતી.
ઘટના સમયે 300 જેટલા લોકો ગેમ ઝોનમાં હોવાનું જાણવા મળ્યું છે. 4 વર્ષથી ટીઆરપી ગેમ ઝોન ધમધમતો હતો.
TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે.
ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી.
તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ