રાજકોટઃ નાઇટ કર્ફ્યૂમાં યુવતીએ જાહેરમાં બનાવ્યો વીડિયો, વીડિયો વાયરલ થતાં શું થયું?

girl_dance

1/3
રાજકોટ: ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજકોટ સહિતના 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. નાઇટ કર્ફ્યૂના સમયમાં એક યુવતીએ જાહેરમાં વીડિયો બનાવતા ચકચાર મચી ગઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
2/3
આ અંગે મળતી વિગતો પ્રમાણે, રાજકોટમાં મહિલા કોલેજ ચોક અંડરબ્રિજ (Rajkot under bridge) પાસે યુવતીએ ડાન્સ કરતો વીડિયો બનાવ્યો હતો. વીડિયો બનાવ્યા બાદ યુવતીએ તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. જોકે, પોલીસના ડરથી વીડિયો ડિલીટ કરી નાખ્યો હોવાની ચર્ચા પણ જાગી છે.
3/3
આ સમગ્ર મામલે રાજકોટ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વીડિયો બનાવનાર યુવતીને ક્યારે ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
Sponsored Links by Taboola