સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં સિટી સ્કેન માટે લોકોએ નંબર માટે ચપ્પલની લગાવી લાઇન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 May 2021 12:49 PM (IST)
1
ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૫,૬૭,૭૭૭ જ્યારે કુલ મરણાંક ૭,૧૮૩ પર પહોંચ્યો છે. આ પૈકી એપ્રિલ મહિનામાં જ ૨,૬૦,૦૭૯ કેસ નોંધાયા છે જ્યારે ૨,૬૬૪ના મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ ૧,૪૨,૦૪૬ એક્ટિવ કેસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રાજકોટ જિલ્લાના જસદણમાં એક જ સિટી સ્કેન સેન્ટર છે. જેના કારણે કોરોના કે અન્ય કારણોસર સિટી સ્કેન કરાવવા આવતાં લોકોની ભારે ભીડ રહે છે.
3
જસદણમાં એક જ પ્રાઇવેટ સિટી સ્કેન મશીન હોવાથી આજુબાજુના ગામડાંના લોકો રાત્રે જ બુટ ચપ્પલની લાઇનો લગાવી દે છે.
4
જસદણમાં એક જ સિટી સ્કેન મશીન હોવાથી દરરોજ હજારો દર્દીઓ અને તેમના સગા પરેશાન થાય છે.